facebook
  • Call : 9722814040, 8460755356

  • For Information Call to Ramesh Solanki varwada: 9722814040

  • Send information to info@turibarot.com

  • Interested person can contact on 9722814040 - Ramesh Solanki - varwada

About TuriBarot Samaj

ગુજરાત માં અને ભારત માં આ જ્ઞાતિ હયાતી ના પ્રમાણ માં સરકારી ગેજેટ પ્રમાણે ઉપલબ્ધ છે. ગુજરાત માં આ જ્ઞાતિ ના લોકો લગભગ દરેક જીલ્લા માં વસ્તી ધરાવે છે. ખાસ કરીને ગુજરાત માં તુરી બારોટ ની વસ્તી આશરે એક લાખ થી પણ વધારે જાણવા મળે છે.

વેદ માં પણ તુરી બારોટ જ્ઞાતિ નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ જ્ઞાતિ ને હિંદુ વર્ણ વ્યવસ્થાના ચોથા વર્ણમાં સ્થાન અપાયું છે. તુરીદ્રશ્ય તૃથોવર્ણ તે શ્લોક પરથી માની શકાય કે આ જ્ઞાતિ વેદકાલ સમયે અસ્તિત્વ માં હતી.

તુરી નો અર્થ “રેશાદર કુચડો” એવો થાય છે. જેનો ઉપયોગ વણકર તાણાવાણાના તાર છુટા પાડવા માટે કરતા હતા. આથી આ જ્ઞાતિ ના લોકો પહેલા વણાટ કામ કરતા હોય તે શક્ય છે. તુર એ એક અવાજ નું નામ છે. પ્રાચીન સમયે યુદ્ધ માટે એકત્ર કરવા તથા સૈન્યને પોરસ ચઢાવવા માટે “તુરઈ” નામનું વાજિંત્ર વગાડવામાં આવતું.પણ સમય જતા યુદ્ધ નું પ્રમાણ ઘટતા યુદ્ધ સિવાય ના સમય માં વાજીત્રના વાદક નવરાશ ના સમય માં મનોરંજન માટે આ વાદ્યનો ઉપયોગ કરતા થયા તેઓ તુરી તરીકે ઓળખાયા. તેવી માન્યતા પ્રચલિત જોવા મળે છે.

તુરી બારોટ વણકર-ચમાર સમાજ ની વંશાવલી રાખવાનું પણ કામ કરે છે તથા ભવાઈ ના ધંધા માં પણ જોડાયેલા છે. તુરી બારોટ સમાજ ના લોકો નો મૂળ વ્યવસાય કહીએ તો બસ “લોકોનું મનોરંજન”. કલાકાર જ્ઞાતિ તરીકે વિશિષ્ઠ કલાઓમાં આ જ્ઞાતિ નિપુણ છે. ભવાઈ ના ખેલ માં રંગલા રંગલી નો વેશ, રા ખેંગાર, વીર માંગડાવાળો, નાગમતી વગેરે બહુ પ્રચલિત છે. વાજિંત્રો માં હાર્મોનિયમ, ભૂંગળ, તબલા, ઢોલક, ઢોલ, રાવણહથ્થો અને આધુનિક વાજિંત્રો માં વાયોલીન અને શાસ્ત્રીય સંગીત માં પણ નિપુણ કલાકારો જોવા મળે છે. કેહવાય છે કે તુરી બારોટ નું છોકરું ઘોડિયામાં પણ રાગ માં રડે છે એ કહેવત તદ્દન સાચી પુરવાર થાય છે.

તુરી બારોટ સમાજ ની કલામાં ગાવું, વગાડવું, નાચવું, ભવાઈ ના માધ્યમ થી જ્ઞાન સાથે ગમ્મત તથા શિક્ષણ પીરસવું. આ સમાજમાં એક મરચી (મડચી) નૃત્ય પણ બહુ પ્રચલિત છે.

Up Coming Event