facebook

Welcome To Education Page

વિદ્યાર્થી મિત્રોને કેટલાંક સૂચનો:

(૧) શિક્ષણ વિદ્યાર્થીઓને કેળવવાનું કામ કરે છે, પણ સાથે સાથે તે તેની રોજગારી મેળવવામાં ઉપયોગી થાય તે પણ તેટલું જ જરૂરી છે.
(૨) હવે માત્રા શાળા-કોલેજનું શિક્ષણ મેળવવાથી નોકરી મળતી નથી, તે શિક્ષણ પૂરુ કર્યા પછી કોઈપણ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે છે.
(૩) હાલની પદ્ધતિ પ્રમાણે ૧૫ વર્ષ ભણ્યા પછી ગેજ્યુએટ થવાય, તેના પછી બે ત્રણ વર્ષ સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ગાળવા પડે.
(૪) જો ભણવાની સાથે સાથે વિદ્યાર્થી નોકરી મેળવવા માટેનું ભણવાનું ધ્યાન રાખે તો ભણ્યા પછી નોકરી મેળવવા માટે બે ત્રણ વર્ષનો સમય બચી શકે કદાચ ભણવાનું પૂરું થાય ત્યાં સુધી જ વિદ્યાર્થી નોકરી મેળવી શકે.
(૫) અભ્યાસની સાથે સાથે જ વિદ્યાર્થીને નોકરી અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી મળતી રહે, માર્ગદર્શન મળતું રહે. હજારો બેરોજગારો યુવાનોનાં કિંમતી વર્ષ કે વર્ષો બચી જાય તે હેતુથી કોંગ્રેસ પક્ષ દ્રારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
(૬) ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભણી રહ્યા પછી જ મહેનત શરૂ કરે છે, જેથી અન્ય રાજ્યોના વિધ્યાર્થીઓથી પાછળ રહી જાય છે.
(૭) દરેક સરકારી નોકરી માટે કોમ્યુટર – સીસીસી ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. માટે ધો-૧૦ પાસ કર્યા પછી તરત જ, આંબેડકર ઓપન યુનિવર્સીટી વર્ષમાં બે વાર આ પરીક્ષા ળે છે તે પાસ કરવી જોઈએ.
(૮) શાળામાં ભણતી વખતે જ અંકગણિત, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય વિજ્ઞાન, સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ, બંધારણ અને ભૂગોળ જેવા વિષયો – સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી હોવાથી બરાબર તૈયાર કરવા જોઈએ.
(૯) રોજબરોજની મહત્વની ઘટનાઓથી વાફેક રહેવા દરરોજ બે છાપાં ફરજીયાત વાચવાં જોઈએ. માસ્ટર કી ટુ કોમ્પિટીટીવ એક્ઝામ, લેટેસ્ટ ફેક્ટસ જેવાં મેગેઝીનો ખૂબ ઉપયોગી થઇ શકે.
(૧૦) ધોરણ. ૧૦ અને ૧૨ પછી આગળ અભ્યાસ કે વિદ્યાશાખા પસંદ કરતાં પહેલાં તે ક્ષેત્રે રહેલ કારકિર્દીની તકો વિષે અવશ્ય માર્ગદર્શન મેળવો., ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા દર વર્ષે આ અંગેની માહિતી પુસ્તિકા બહાર પાડીને વિદ્યાર્થીઓને વિના મુલ્યે અપાય છે.
(૧૧) એન.સી.સી. મો બી અને સી સર્ટીની પરીક્ષા પાસ કરનારને સરકારી નોકરીમાં વિશેષ ગુણ આપવામાં આવે છે, અનુકુળતા હોય ત્યાં ફરજીયાત એન.સી.સી.માં ભાગ લો. સી સર્ટી પાસ હોય તો આર્મીમાં સીધી ભરતી થઇ શકે છે.
(૧૨) કોઇપણ રમતાં રાજ્ય, રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેનારને દરેક સરકારી નોકરીમાં વિશેષ ગુણ આપવામાં આવે છે, કેટલીક જગ્યાએ રમત ગમત કોટાની અલગ જગ્યાઓ રાખવામાં આવે છે.
(૧૩) ગુજરાત રક્ષાશક્તિ યુનીવર્સીટીના કોઈપણ અભ્યાસક્રમમાં મેળવેલ ડીગ્રી/ડીપ્લોમા પ્રમાણપત્ર માટે પોલીસ ખાતાની ભરતીમાં ખાસ વધારા ગુણ આપવામાં આવે છે.
(૧૪) કોન્સ્ટેબલ/પીએસઆઈ /આર્મીમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ જો ૧૨ માં ધોરણ પછી આર્ટસ, કોમર્સ,કોલજ ને બદલે બીપીઈ કોલેજમાં પ્રવેશ લે તો નોકરી માટે ખુબ ઉપયોગી થાય છે.
(૧૫) અભ્યાસની સાથે સાથે દરેક વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષા માટે દરરોજ ઓછામાં ઓછુ એક કલાક જનરલ નોલેજ પાછળ અવશય ફાળવે.શરૂઆતમાં નવનીત જનરલ નોલેજ, અક્ષર પબ્લીકેશનનું ગુજરાત પરિચય, ગુજરાતી વ્યાકરણ પરિચય, ભારત પરિચય પુસ્તકોથી શરૂ કરી શકાય.
(૧૬)પરીક્ષાની જાહેરાત આવે તે પછી વાચવાની શરૂઆત કરવા કરતા અગાઉથી જ તૈયારી કરનાર અવશ્ય સફળ થાય છે.
(૧૭) ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધા થતું સાપ્તાહિક : રોજગાર સમાચાર(વાર્ષિક લવાજમ માત્ર રૂ . ૩૦ છે બ્લોક નં. ૭/૨ ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર) નોકરી અંગેની જાહેરાતનિ વિગતો તેમાંથી મળી રહેશે.

ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે:

 • ડ્રાઈવરને, પટાવાળા, બેલીફની જગ્યાઓ, ફીમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે અરજી કરી શકાય. વિગતો માટે અવારનવાર છાપાં જોતા રહેવાં.
 • ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે, બીએસએફમાં કોન્સ્ટેબલ ઉપરાંત વિવિધ ટ્રેડ જેવા કે રસોઈયા,મોચી,લુહાર,દરજી,માળી વગેરેનો ડીપ્લોમા કરેલ હોય તો અરજી કરી શકાય છે. અવારનવાર જાહેરાત આવતી હોય છે. ઉ.. ૧૮ થી ૨૩ વર્ષ સુધી ની હોય છે.
 • શારીરિક યોગયતા :- ૧૬૫ સે.મી.ઉંચી, છાતીનું માપ ૭૮ થી ૮૩ સે.મી. તેમજ દોડ, લાંબી કૂદ અને ઉંચી કૂદ હોય છે. લેખિત પરીક્ષા હોય છે.

 

ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે

 • ગુજરાત સરકારમાં કારકુન, ગ્રામ પંચાયત મંત્રી, તલાટી વગેરીની પરિક્ષામાં બેસી શકાય.
 • ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ, અનામત કક્ષાના ઉમેદવારો માટે ૫ વર્ષની છુટ.
 • પરિક્ષાનો અભ્યાસક્રમ: ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, અને ગુજરાતી સાહિત્ય – આ ચાર વિષયોમાંથી ૬૦-૬૫ ગુણનું પૂછાય છે, બાકીનું સામાન્ય જ્ઞાનને લગતું પૂછાય છે.
 • રેલ્વે અને સ્ટાફ સિલેકશનમાં વિવિધ જગ્યાઓ પર અરજી કરી શકાય, વર્ષ દરમિયાન અવારનવાર જાહેરાતો આવતી હોય છે.
 • અભ્યાસક્રમમાં અંગ્રેજી વ્યાકરણ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ,ગણિત,સામાન્ય જ્ઞાન અને હિન્દી ભાષાનું જ્ઞાન.
 • ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ હોય તો બેંક માટેની વિવિધ જગ્યાઓ પર અરજી કરી શકાય છે.

વર્ગ-૩ અને વર્ગ-૪ માટે ઉપયોગી અભ્યાસક્રમ

પરીક્ષાનો અભ્યાસક્રમ
 1. ગુજરાતી વ્યાકરણ
 2. ગુજરાતી ભાષામ
 3. અંગ્રેજી ભાષા
 4. અંક ગણિત
 5. સામાન્ય જ્ઞાન
 • (૧) ગુજરાતી વ્યાકરણ માં. જોડણી, સંધિ,સમાસ,સમાનર્થી શબ્દો, વિરોધી શબ્દો, છંદ, અલંકાર, રૂઢીપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહ માટે એક શબ્દ તેમજ વાક્ય રૂપાંતરોનો સમાવેશ થાય છે.
 • (૨) ગુજરાતી ભાષામાં – ગુજરાતી સાહિત્યની પ્રથમકૃતિઓ, મુખ્ય સાહિત્યકારો અને તેમની કૃતિઓ, સાહિત્કારોની વિશેષતાઓ, સાહિત્યિક કૃતિ અને તેનું સાહિત્યિક સ્વરૂપ, સાહિત્યકારો અને તેમનાં ઉપનામો, સાહિત્યક કૃતિ અને તેનું સાહિત્યિક એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
 • (૩) અંગ્રેજી વ્યાકરણમાં Articles, Prepositions, Auxiliary Verbs, Conjunctions, Tenses, Pronouns, active passive, Direct-Indirect, Transformation of sentences, singular plural વગેરેનો સમાવેશ થાય છે.
 • (૪) અંક ગણિતમાં – પૂર્ણાંક સંખ્યાઓ, સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકો, ટકાવારી,સરાસરી, ગુણોત્તર, નાફોનુકસાન, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, કુટપ્રશ્નો, ક્ષેત્રફળ, ધનફળ વગેરેનો સમાવેશ થાય છે.
 • (૫) સામાન્ય જ્ઞાનમાં સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ, ભારતનું બંધારણ ગુજરાત અને ભારતની ભૂગોળ, ગુજરાતનો ઈતિહાસ, સામાન્ય વિજ્ઞાન, બૌદ્ધીક ક્ષમતા કસોટીઓ અને વર્તમાન સમયની ધટનાઓનો સમાવેશ થાય છે.

• પરિક્ષાની તૈયારી :-

 1. સમયપત્રક બનાવીને દરરોજની ઓછામાં ઓછી છ કલાક મહેનત કરવી જરૂરી છે.
 2. ગણિત, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણની તૈયારી કરવા માટે દરેક વિષયનો એક એક ટોપીક લઈને દરરોજ તૈયારી કરવાથી વધુ યાદ રહેશે. જોકે ગણિત માં ટકાવારી, ગુજરાતી વ્યાકરણમાં સમાસ અંગ્રેજી વ્યાકરણમાં આર્ટિકલ્સ વગેરે.
 3. ગુજરાત માં પરીક્ષા લેવાની હોઈ ગુજરાત વિષયક પ્રશ્નો વધુ પૂછાવવાની સંભાવના છે. જેમ કે
  • ગુજરાતની ભૂગોળ વિષયમાં – જીલ્લાઓ, ભૌગોલિક માહિતી, નદીઓ, પર્વતો, અભ્યારણો, જોવાલાયક સ્થળો, ઉદ્યોગ, સરોવરો, વાવ, તળાવો, મહેલો, રસ્તાઓ, બંદરો, પાક, ડેરી ઉદ્યોગ, સ્થળોના ભૌગોલિક ઉપનામો વગેરે.
  • ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, લોકમેળાઓ, લોકનૃત્યો, વ્યક્તિ વિશેષ, ગુજરાતના વિક્રમો સૌથી મોટું, પ્રથમ વ્યક્તિ.
 4. ભારતનું બંધારણ:- સંસદમાં રાજ્યસભા, લોકસભાની કાર્યવાહી, રાષ્ટ્રપતિ પ્રધાનમંડળ, સુપ્રીમ કોર્ટ, મૂળભૂત હક્કો, એટર્ની જનરલ, કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ, ચૂંટણી પંચ, રાજ્ય રાજ્યપાલ, રાજ્યમંત્રી મંડળ, વગેરેને લગતા પ્રશ્નો આવી શકે.
 5. સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ :- ૧૬૫૭ ના સ્વતંત્રતા સંગ્રામથી આઝાદી પ્રાપ્તિ સુધીની ધટનાઓ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, વિભિન્ન સંગઠનો, સ્વાતંત્ર્ય સેનાનીઓનું પ્રદાન વગેરે ને લગતા પ્રશ્નો આવી શકે.
 6. સામાન્ય વિજ્ઞાનમાં મોટે ભાગે સૂર્ય મંડળ-તારાઓ-ગ્રહો-ઉપગ્રહો, શરીરરચના, વિભિન્ન પ્રકારના રોગો તેના કારણો, લોક્ષણો અને ઉપચાર, વૈજ્ઞાનિક શોધખોળો, પર્યાવરણ જાગૃતિને લગતા પ્રશ્નો આવી શકે.
 7. વર્તમાન સમયની ધટનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સમાન્ય રીતે વર્ષ દરમિયાન અને છેલ્લા ત્રણ મહિનાની ગુજરાતની મુખ્ય ઘટનાઓ. ભારતની ઘટનાઓ અને કેટલીક મહત્વની વૈશ્વિક ઘટનાઓને લગતા પ્રશ્નો પૂછાય છે. આ અંગે દરરોજના બે છાપાઓનું વાંચન જરૂરી છે.
 8. ઉમેદવારોની બૌદ્વી ક્ષમતા ચકાસવા માટે માનસિક ક્ષમતા કસોટીઓ
  જેવી ક સમસંબંધ, વર્ગીકરણ, એકશ્રેણી, ગાણિતિક કૂટપ્રશ્નો, લોહીનો સંબંધો, દિશા અંતર કેલેન્ડર. વગેરે ને લગતા પ્રશ્નો પૂછાય છે. પ્રશ્નો એ રીતે પૂછાય છે કે જેથી અઘરા લાગે, પરંતુ પ્રશ્નો બરાબર સમજવામાં આવે તો પ્રશ્નો સરળ લાગશે.
 9. • વિશેષ સજાગતા :-

          આ પરિક્ષા માટે રાજ્યનું મંત્રીમંડળ, કેન્દ્રનું મંત્રીમંડળ, ભારતના રાજ્યો અને તેના પાટનગર, તેના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો, કેન્દ્ર અને રાજ્યના મહત્વના દેશો તેમની રાજધાની અને ચલણી નાણું વગેરેની માહિતી તૈયાર કરવી ખૂબ જરૂરી છે.

          ગુજરાત સરકારની વિભિન્ન યોજનાઓ/નીતિઓ વિશેની માહિતી અપેક્ષિત છે. માહિતી કમિશ્નરની કચેરી દ્વારા પ્રકાશિત થતું “ગુજરાત પાક્ષિક” ખૂબ ઉપયોગી છે. ગ્રામપંચાયત મંત્રીની પરીક્ષા માટે ગ્રામપંચાયતનો વહીવટ, પંચાયતમંત્રીની કામગીરી,પંચાયતી રાજને લગતા પ્રશ્નો પણ આવી શકે.

  • પ્રશ્નપત્ર અંગેની સૂચનાઓ :

  (૧) એક કલાક માં ૧૦૦ પ્રશ્નોના જવાબ આપવાના છે. માટે સમયનો યોગ્ય ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. એક પ્રશ્નના જવાબ માટે ૩૬ સેકન્ડનો જ સમય મળે. ગણિત અને બુદ્ધિકસોટીઓમાં વધુ સમયની જરૂર પડે છે. માટે તે સિવાય ના પ્રશ્નો પહેલા લખી સમય બચાવી ગણિત અને બુદ્ધિકસોટીના પ્રશ્નો છેલ્લે લખવા.
  (૨) પરીક્ષામાં મોટે ભાગે માઈનસ પદ્ધતિ હોય છે.,તે અંગેની સૂચના પ્રશ્નપત્રની ઉપર લખેલી હોય છે તે અવશ્ય વાંચી લેવી, જવાબ ખોટો લખો, ખાલી રાખો કે છેકછાક કરો તો માઈનસ ગુણ થાય છે. કેટલા ગુણ માઈનસ થાય છે તેની વિગત આપેલ પ્રશ્નપત્રની ઉપર લખેલી હોય છે. પરિક્ષામાં કશુ બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખવી.
  (૩) જો ખોટા જવાબ કરતાં ખાલી રાખેલ પ્રશ્નના વધુ ગુણ માઈનસ થતા હોય તો એકપણ જવાબ બાકી ન રહે તે ખાસ જોવું, છેલ્લી પાંચ મિનિટ બાકી હોય ત્યારે બાકી રહી જતા બધા પ્રશ્નોના વિકલ્પો ભરી દેવા.
  (૪) પરિક્ષામાં ઓ.એમ.આર. સીટ આપવામાં આવે છે. મૂળ પ્રશ્નનો ક્રમાંક અને જવાબની શીટનો ક્રમાંક અદલબદલ ણ થઇ જાય તેની ખાસ કાળજી રાખવી.
  (૫) નકારાત્મક પ્રશ્નોની ખાસ કાળજી રાખવી જેમ કે
          (૧) ગુજરાતના કયા જિલ્લામાં એકેય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નથી?
               (અ) મહેસાણા              (બ) ડાંગ
               (ક) નર્મદા                   (ડ) ઉપરમાંથી એકેય નહિ.
               સાચો જવાબ – ડ છે. એવા પ્રશ્નો સંભવી શકે છે કે જેનો સાચો જવાબ ન પણ આપેલ હોય.
          (૨) કઈ કૃતિ મુનશીની છે?
               (અ) ભગવાન કૌટીલ્યા              (બ) સ્વપ્નદ્રષ્ટા
               (ક) જય સોમનાથ                    (ડ) ઉપરની બધી જ
               સાચો જવાબ (ડ) છે.

  સંદર્ભ સૂચી
  (૧) ધો. ૫ થી ૧૦ સુધીના ગણિત, વિજ્ઞાન અને સમાજવિજ્ઞાનનાં અપેક્ષિતો/પુસ્તકો.
  (૨) ધો. ૮ થી ૧૨ સુધીનાં અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણનાં પુસ્તકો.
  (૩) ગુજરાત પરિચય – અક્ષર પબ્લિકેશન
  (૪) સામાન્ય જ્ઞાન – નવનીત પ્રકાશન
  (૫) પંચાયત મંત્રી – અક્ષર પબ્લિકેશન
  (૬) જીપીએસસી પ્રિલિમ પરિક્ષા – અક્ષર પબ્લિકેશન
  (૭) પંચાયત મંત્રી – કુમાર પ્રકાશન.