facebook

Welcome To Health Page

(((મમતા દિવસ)))

• મમતા દિવસે ઉપલબ્ધ સેવાઓ :-
   ૧) સગર્ભા માતાઓ ને મળતી સેવાઓ
      - નોંધણી, વજન, ઉંચાઈ, બી.પી., હિમોગ્લોબીન, પેશાબની તપાસ, શારીરિક તપાસ, કેલ્શિયમ ની ગોળી તથા પૂરક પોષણ અંગે માર્ગદર્શન.
      - બી.પી.એલ., એસ.ટી., એસ.સી. લાભાર્થી માતાઓને, માર્ગદર્શન.
   ૨) ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓને મળતી સેવાઓ :-
      - પોષણ અંગેની માહિતી
      - જાતીય રોગો અંગેની જાણકારી

((( વિટામીન – એ ની ઉણપ રોકીએ )))

• વિટામીન-એ શું છે?
   - શરીરના સંપૂર્ણ વૃદ્ધિ વિકાસ માટે અને રોગ પ્રતિકારક શક્તિ માટે મહત્વનું પોષક તત્વ છે જે પ્રવાહી સ્વરૂપે મળે છે.
   - વિટામીન – એ ની ઉણપ થી થતી અસરો :
      રતાંધળાપણું કે સંપૂર્ણ અંધતત્વ
      ઓરી જેવા ચેપી રોગો જેથી બાળ મરણ થઇ શકે છે.
• વિટામીન-એ શામાંથી મળે છે?
   - માતાના ધાવણમાંથી
   - લીલા પાંદડાવાળા શાકભાજી, ઈંડામાંથી
   - દહીં માખણ વિગેરે..
• બાળકોમાં એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ :
   - દર અઠવાડિયે બુધવારના દિવસે બાળકોને (લોહતત્વ) ની ગોળી આપવામાં આવે છે.
   - બાળક ગોળી મધ્યાહન ભોજન બાદ ગળશે.
   - આ આયર્ન ફોલિક (લોહ તત્વ) ની ગોળી સલામત અને અસરકારક છે.
• ચિકનગુનિયા સામે સાવચેતીના પગલાં :-
   - આપણા ઘરની આજુબાજુ પાણી પડી રહેતું હોય તેને સાફ કરી દુર કરવું.
   - પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાના વાસણો ખુલ્લા ણ મુકવા. ઢાંકણુ ઢાંકવું અથવા કપડું બાંધવું.
   - સંગ્રહ કરેલા પાણીને દર ત્રીજા દિવસે સફાઈ કરતા રહો અને વાસણોને ખુબ સારી રીતે ઘસીને સાફ કરવા.
• ટી.બી. મુક્ત બનવા માં આપણો ફાળો આપીએ.
• ટી.બી. રોગ શું છે ?
   - માઈક્રોબેકટેરીયમ ટ્યુબરક્લોસીસ નામના અતિ સુક્ષ્મ જીવાણું થી થતો ચેપી રોગ છે. જયારે દર્દી છીંક કે ઉધરસ ખાય છે. ત્યારે ક્ષયના જીવાણું હવા દ્વારા રોગનો ફેલાવો કરે છે.
   - ટી.બી.ના લક્ષણો :-
      - તાવ આવવો
      - છાતીમાં વારંવાર દુખાવો થવો.
      - ભુખ ન લાગવી.
      - વજન ધટવું.
      - ગળામાંથી લોહી પડવું.

બેટી બચાવો અભિયાન

દેશભરમાં હાલ સ્ત્રીઓની સંખ્યામાં નોધપાત્ર ધટાડો જોવા મળે છે. ગુજરાતમાં ૨૦૦૧ માં ૧૦૦૦ પુરુષોએ ૮૭૮ સ્ત્રીઓની સંખ્યા હતી. જે ચીંતાજનક બાબત છે.
• સ્ત્રીભ્રૂણ હત્યા થી સમાજમાં થતી અસરો :-
   - સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો નોંધાશે.
   - છોકરીઓની સલામતી સામે જોખમ ઉભુ થશે.
   - છોકરાઓના લગ્ન વિષયક સમસ્યા વધશે.

રોગચાળા અટકાયત માટે શું કરવું ?

   - જમતાં પહેલાં હાથ સાબુ થી ધોવા.
   - ઉકાળ્યા બાદ ક્લોરીનયુક્ત પાણી પીવું.
   - ગટરલાઈન ની યોગ્ય સમયે સાફ કરાવવી તથા ખુલ્લી ન રાખવી.
   - વાસી-ખોરાક તથા સડેલા શાકભાજી ખાવામાં ઉપયોગ ન લેવો.
   - ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખો.
   - ઘરની આજુબાજુ પાણી ખુલ્લુ ન મુકવું.

મલેરિયા નિયંત્રણ

• મેલેરિયા એ શું છે?
   - મેલેરિયા એ માદા મચ્છર થી ફેલાતો તાવ છે. પ્લાઝમોડીયમ નામના જીવાણુઓથી થતો રોગ છે.
• મેલેરિયાના લક્ષણો :-
   - તાવ ચઢ-ઉતર કરવો.
   - તાવ ઉતરે ત્યારે પરસેવો વળવો.
   - માથું દુ:ખવું તથા કળતર થવી.
   - ઉલટી થવી તથા ઉબકા આવવા.
• મેલેરિયા થાય ત્યારે શું કરવું ?
   - અનોફિલીસ મચ્છર ની માદા મેલેરિયાના દર્દીને કરડીને ચેપી બને છે એના કરડવા પછી ૧૦ દિવસમાં તાવ આવે છે. અને આ સમયે સારવાર કેન્દ્રમાં તપાસ કરાવો.
• મેલેરિયા નિયંત્રણ અને બચવાના ઉપાયો :-
   - પાણીથી ભરેલા વાસણો સારી રીતે સાફ કરવા.
   - ઘરની આજુબાજુ પાણી ભરવા ન દો.
   - રાત્રે સૂતી વખત દવાયુક્ત મચ્છરદાની બાંધો.
   - સંધ્યા સમયે બારી-બારણા બંધ રાખો.

શાળા આરોગ્ય કાર્યક્રમ

• યોજના શરૂ થયા વર્ષ :- ૧૯૯૭
• યોજનાના લાભાર્થી :- નવજાત શીશુ ૧૪ વર્ષના તમામ પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ.
• યોજનાનો લાભ ક્યાંથી મળશે :- નજીકના સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલ
• યોજનાનો લાભ શું ? :- આરોગ્ય તપાસ, સંદર્ભ સેવાઓ, વિના મૂલ્યે ચશ્મા વિતરણ

ટોબેકો કંટ્રોલ

• કંટ્રોલ એક્ટ શું છે ?
   - ભારત સરકારે તમાકુના નિયંત્રણ માટેનો કાયદો બનાવેલ છે.
• તમાકુ સેવન થી થતી અસરો :-
   - લકવો, હૃદયરોગ, ફેફસાનાં રોગો, અંધતત્વ, નપુસંકતા, કેન્સર, ટી.બી વગેરે.