facebook

Welcome To Schoolarship Page

ગુજરાત સરકાર

અનુસુચીત જાતી કલ્યાણ ખાતાની યોજનાઓની વિગત

અનુસુચિત જાતી કલ્યાણ ખાતા હેઠળ ની જુદી-જુદી યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી નાણાંકીય સહાય અંગેની માહિતી

(૧) પૂર્વ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ :-

   સરકારી શાળાઓ : ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓને ૭૦ ટકા હાજરી અને ૩૮ ટકા કે તેથી વધારે ગુણના આધારે રૂ. ૨૫૦/- શિષ્યવૃત્તિ અને ધોરણ ૯ થી ૧૦ માં વાર્ષિક રૂ. ૨.૦૦ લાખની આવક મર્યાદા ધરાવતા કુટુંબના બાળકોને વાર્ષિક રૂ.૨૨૫૦/- શિષ્યવૃત્તિ અને રૂ. ૨.૦૦ લાખથી વધુ આવક ધરાવતા કુટુંબના બાળકોને રૂપિયા ૪૦૦/- શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

(૨) અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ :

   ધોરણ ૧ થી ૧૦ ડેસ્કોલર ને રૂ. ૧૧૦૦/- શિષ્યવૃત્તિ અને ૭૫૦/- એડહોક અને ધોરણ ૩ થી ૧૦ હોસ્ટેલરને રૂ. ૭૦૦૦/- શિષ્યવૃત્તિ અને રૂ. ૧૦૦૦/- એડહોક, કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથીં.

(૩) આર્થિક માપદંડ, નોકરી અને કુટુંબના કદના કારણે પાત્ર ન હોય તેવી એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીનીઓને રૂ. ૨૩૦૦/- થી ૧૨૦૦/- સુધીની રાજ્ય શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

   ભારત સરકારની બી.સી.કે. ૬-૧ ની યોજના (ક્રમ-૭) મુજબના દરે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આવક મર્યાદા વાર્ષિક રૂ. ૨,૫૦,૦૦૦/- થી વધુ.

(૪) સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવાની યોજના :

    ધોરણ ૯ માં ભણતી કન્યાને અંતર ધ્યાને લીધા સિવાય મફત સાયકલ ભેટ આપવામાં આવે છે. આવક મર્યાદા વાર્ષિક ૨૭૦૦૦/- શહેરી વિસ્તાર માટે ૩૬૦૦૦/-

(૫) આઈ.ટી.આઈ. ની શિષ્યવૃત્તિની યોજના :

   ૭૦ ટકા હાજરી અને આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭૦૦૦/- શહેરી વિસ્તારમાં રૂ. ૩૬૦૦૦ ધ્યાને લઇ માસિક રૂ. ૪૦૦/અ લેખે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

(૬) એમ.ફીલ. અને પી.એચ.ડી. ના અનુ.જાતિના વિદ્યાર્થીઓને ફેલોશીપ :

   માન્ય યુનિવર્સીટીમાં એમ.ફિલ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસિક રૂ. ૨૫૦૦/- અને પી.એચ.ડી. માટે માસિક રૂ. ૩૦૦૦/- દર માસ માટે ફેલોશીપ ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓ માટે સહાય. આવક મર્યાદા રૂ. ૧ (એક) લાખ.

(૭) અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓને એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમો માટે ભારત સરકારની શિષ્યવૃત્તિ.

    ભારત સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૩૮૦૦/- થી રૂ. ૧૨૦૦૦/- અને હોસ્ટેલ બહાર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૩૦૦/- થી રૂ. ૫૫૦૦/- વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ

(૮) મેડીકલ તેમજ ડીપ્લોમાં અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે સાધન સહાય સાધન ખરીદી માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૩૦૦૦/- સહાય, આવક મર્યાદા રૂ. ૪૪૫૦૦/- એક વખત લાભ મળે છે.

   

(૯) અનુ.જાતિના વિદ્યાર્થીઓને ભોજન બીલ અંગે સહાય.

   કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને પોસ્ટ મેટ્રિક, ધો. ૧૧ થી કોલેજ કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસીક રૂ. ૬૦૦/- ભોજન બીલ સહાય,આવક મર્યાદા રૂ. ૨ લાખ

(૧૦) આઈ.એ.એસ. / આઈ.પી.એસ. તાલીમ :

    આઈ.એ.એસ., આઈ.પી.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસતા વિદ્યાર્થીઓને માસિક રૂ. ૫૦૦/- તથા કન્યાઓને રૂ. ૬૦૦/- સ્ટાઇપેન્ડ અને પુસ્તકો માટે રૂ. ૫૦૦/- આપવામાં આવે છે. આવક મર્યાદા રૂ. ૫૦૦૦૦/-

(૧૧) કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લોન :

    રૂ. ૨૦,૦૦,૦૦૦/- સુધીની લોન ૪ ટકાના વ્યાજ દરે, કોઈ આવક મર્યાદા નથી

(૧૨) અનુ.જાતિના સ્નાતક લાયકાતવાળા ઇસમોને એર હોસ્ટેસ, ટ્રાવેલ્સ અને હોસ્પિટાલીટી મેનેજમેન્ટની તાલીમ માટે રૂ. ૧.૨૫ લાખની સહાય આપવામાં આવે છે.

   

(૧૩) બે જોડી ગણવેશ માટે સહાય :

    ધો. ૧ થી ૮ ના બાળકોને રૂ. ૩૦૦/- ની મર્યાદામાં ગણવેશ સહાય. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭૦૦૦/- અને શહેરી વિસ્તારોમાં ૩૬૦૦૦/-

(૧૪) અનુ.જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન : અનુ.જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૦ લાખની ૪ ટકા ના દરે લોન આપવાની યોજના આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

   

(૧૫) અનુસુચિત જાતિના વાલ્મીકી, હાડી, નડીયા, સેનવા, તુરી, ગરો, વણકર-સાધુ, અનુ.જાતિના બાવા તુરી બારોટ, તીરગર, તીરબંદા, થોરી, માતંગ જાતિના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને (ખાસ શિષ્યવૃત્તિ)

   ધોરણ ૧ થી ૮ માં રૂ. ૭૫૦/- અને ધો. ૯ થી ૧૦ માં વાર્ષિક રૂ. ૨.૦૦ લાખની આવક મર્યાદા ધરાવતા કુટુંબના બાળકોને વાર્ષિક રૂ. ૨૨૫૦ શિષ્યવૃત્તિ અને રૂ. ૨.૦૦ લાખથી વધુ આવકવાળા કુટુંબના બાળકોને રૂ. ૧૦૦૦/- શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

(૧૬) અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે બુક્બેંક :અ

    મેડીકલ, એન્જીનીયરીંગ તેમજ મહત્વના ઉચ્ચ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો પુરા પાડવા માટેની બુક્બેંક યોજના અમલમાં છે. વિદ્યાર્થીઓને પુસ્તકની કિમતના ૧૦ ટકા રકમ ભરવાની હોય છે. પુસ્તકોની આવક મર્યાદા રૂ. એક લાખ.

(૧૭) પછાતવર્ગના છાત્રાલયને સહાયક અનુદાન :

    સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ચાલતી હોસ્ટેલોને ધો. ૮ થી ૧૨ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની મફત છે. જેમાં સંસ્થાને ભોજન ખર્ચ, કર્મચારીઓ માટે વેતન ગ્રાન્ટ અને મકાન ભાડા ગ્રાન્ટ આપવામાં આવે છે.

(૧૮) વધારાના શિક્ષણ કેન્દ્રો :

   ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયમાં રહેતા ધોરણ ૮ થી ૧૦ ના વીદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયના ટ્યુશન માટે વિષય દીઠ રૂ. ૩૦૦/- સંસ્થાને ચુકવવામાં આવે છે. (માસિક)

(૧૯) કુમાર અને કન્યાઓ માટે ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી છાત્રાલયો સ્થાપન અને વિકાસ અને નિભાવ.

   એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમો માટે સરકાર દ્વારા છાત્રાલયો ચલાવવામાં આવે છે. જેમાં છાત્રોને જમવા રહેવાની મફત/સગવડ આપવામાં આવે છે. પ્રવેશ માટે કુમાર માટે ૧ લાખ ની આવક મર્યાદા, કન્યા માટે આવક મર્યાદા નથી.

(૨૦) પછાતવર્ગની આશ્રમ શાળાઓને સહાય :-

   સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ધોરણ ૧ થી ૮ સુધી ચાલતી આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓ ને મફત રહેવા જમવા અને ભણવાની સગવડ આપવામાં આવે છે. ભોજન ખર્ચ અને કર્મચારીઓને વેતન ગ્રાન્ટ આપવામાં આવે છે.

(૨૧) તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળાઓ :

   અનુ.જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને ભણવાની તેમજ પુસ્તકો, બુટ-મોજાં સહિતની મફત સુવિધાવાળી ધો. ૯ થી ૧૦ સુધીની આદર્શ નિવાસી શાળાઓ. આવક મર્યાદા નથી.

(૨૨) પછાતવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર :

   અનુસુચિત જાતિના ધો. ૧૦ માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાથીઓ પૈકી, પ્રથમ આવનારને રૂ. ૪૧૦૦૦/- દ્વિતીય આવનારને રૂ. ૨૧૦૦૦/- તૃતીય આવનારને રૂ. ૧૧૦૦૦/- તેમજ ધોરણ ૧૨ ના દરેક પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ પૈકી, પ્રથમ આવનારને રૂ. ૩૧૦૦૦/-, દ્વિતીય આવનારને રૂ.૨૧૦૦૦ તૃતીય આવનારને રૂ. ૧૧૦૦૦/- રોકડ ઇનામ આપવામાં આવશે.

(૨૩) ડૉ. બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અને મહત્મા ગાંધી એવોર્ડ :

   અનુસુચિત જાતિના કલ્યાણ માટે કામ કરનારને વ્યક્તિગત રૂ. ૧ લાખ આંબેડકર એવોર્ડ અને સંસ્થા દીઠ રૂ. ૧ લાખ મહત્મા ગાંધી એવોર્ડ આપવામાં આવે છે. (૧) સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડ રૂ. ૫૦,૦૦૦/- રોકડા (૨) દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ માટે રૂ. ૨૫૦૦૦/- રોકડા (૩) મહત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ માટે રૂ. ૨૫૦૦૦/- રોકડા .

(૨૪) મેડીકલ અને કાયદાકીય સ્નાતકોની સહાય :-

   (૧) કાયદાકીય સ્નાતકોને વ્યવસાય માટે રૂ. ૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સબસીડી, આવક મર્યાદા રૂ.૨૪૦૦૦/- વ્યાજનો દર ૪ ટકા (૨) મેડીકલ સ્નાતકોને દવાખાનું શરૂ કરવા રૂ. ૨,૫૦,૦૦૦/- લોન અને રૂ. ૨૫૦૦૦/- સબસીડી આવક મર્યાદા રૂ. ૫૦,૦૦૦/- વ્યાજનો દર ૪ ટકા (૩) મેડીકલ અનુસ્નાતકોને રૂ. ૩,૦૦,૦૦૦/- લોન અને રૂ. ૫૦,૦૦૦/- સબસીડી, વ્યાજનો દર ૪ ટકા (૪) કાયદાના સ્નાતકોને વકીલાતની તાલીમ યોજના હેઠળ તાલીમાર્થીઓને પ્રથમ વર્ષે. રૂ. ૧૦૦૦/- બીજા વર્ષે રૂ. ૮૦૦/- ત્રીજા વર્ષે રૂ. ૬૦૦/- સ્ટાઇપેન્ડ, સીનીયર વકીલને રૂ. ૫૦૦/- દર મહિને માનદ્દ ભથ્થું ચુકવવામાં આવે છે. આવક મર્યાદા નથી.

(૨૫) પસંદ થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ માટે ધો. ૮ માં અને ધો. ૧૧ માં દાખલ થતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ :

   પસંદ કરવામાં આવેલી ખ્યાતનામ શાળાઓમાં અભ્યાસ માટે ધો. ૮ માં અને ધો. ૧૧ માં દાખલ થતા વિદ્યાર્થીઓને એક વખત રૂ. ૫૦૦૦૦/- સુધી આર્થિક સહાય આપવામાં આવે છે. સૈનિક સ્કુલ બાલાચડી, જામનગર માં આ સહાય ધો. ૬ માં અને ધો. ૧૧ માં પ્રવેશ મેળવનાર ને આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂ. ૧,૫૯,૭૬૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૨,૧૨,૦૬૦/-